VIDEO: Chhotaudepurમાં ભાજપના MLAએ ખોલી ભ્રષ્ટાચારની પોલ, નળ સે જળ યોજનામાં ગેરરીતિ થયાના કર્યા આક્ષેપ
કરોડો રૂપિયા ખર્ચ્યા પછી નલ સે જલ યોજના ફેલ થતા આદિવાસી સમાજના લોકો પાણી વિના તરસ્યા ભ્રષ્ટાચારના કારણે રહ્યાની પોલ ખોલવામાં આવી છે. ભાજપ સરકારમાં ભાજપના જ ધારાસભ્યોએ નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. છોટાઉદેપુર ખાતે સરપંચ સંમેલનમાં પાવીજેતપુરના ધારાસભ્યએ નળ સે જળ યોજના અધિકારી અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી ફેલ ગઈ હોવાનું કહ્યું હતું. ગામની પાણી સમિતિના અધ્યક્ષ સ્થાનેથી કોન્ટ્રાક્ટરોને પૈસા આપવામાં આવે છે પણ યોગ્ય ધ્યાન ન આપવાને કારણે પૈસા લઈ લીધા હોવાનું કહ્યું હતું. નર્મદાનું પાણી સંપ સુધી આપણી નિષ્કાળજીને કારણે ન પહોંચાડી શક્યા. ધરતી યોજના અંતર્ગત વડા પ્રધાન આ યોજનાને સફળ કરવા માટે ફરી પૈસા આપવાના છે. અધિકારીઓ ફરી આપણને લૂંટી ન જાય તે માટે બધાએ દરકાર રાખવી પડશે તેમ કહ્યું હતું.

