VIDEO: નસવાડી APMCની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય, કોંગ્રેસમાં હાતાશા
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી APMCની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. કુલ 533 મતદારોમાંથી 516 મતદારોએ મતદાન કર્યું હતું અને ગુરુવારે 19 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવી હતી. કુલ 462 મત માન્ય રહ્યા, જ્યારે 54 મત રદ થયા હતા. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો આગળ રહ્યા હતા અને અંતે તમામ 10 ઉમેદવારો વિજેતા બન્યા. કોંગ્રેસ અને ભાજપના કેટલાક નેતાઓએ સાથે મળીને બનાવેલી બળવાખોર પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ હતી, જ્યારે મતગણતરી બાદ 9 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી.

