VIDEO: નસવાડીમાં ચૂંટણી પૂર્વે ફરજ પર ગેરહાજર રહેનારા ત્રણ પ્રિસાઇડિંગ ઓફિસરો સામે કાર્યવાહી, પોલીસે કાઢ્યું વોરન્ટ
સોર્સ : gstv
નસવાડીમાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ફરજ પર ગેરહાજર રહેનારા ત્રણ પ્રિસાઇડિંગ ઓફિસરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી દ્વારા પટેલ હિતેશ મોહનભાઈ, શરફરાઝ આદમ સુરતી અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર વ્યાસ અમિત કુમાર સામે પોલીસ વોરન્ટ કાઢવામાં આવ્યું છે. ચૂંટણી જેવી મહત્વની કામગીરીમાં બેદરકારી દાખવનારા આ કર્મચારીઓને તત્કાલ પકડી લાવવા પોલીસને આદેશ અપાયા છે. વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

