VIDEO: આદિવાસી દિવસ પહેલા યુવાનોની અનોખી પહેલ
સોર્સ : gstv
છોટાઉદેપુરમાં આદિવાસી દિવસની ઉજવણી પહેલા આદિવાસી સમાજના યુવાનોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી અનોખી પહેલ કરી છે. છોટાઉદેપુરના ઓરસંગ હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. એકત્રિત કરાયેલું રક્ત સર્વોદય બ્લડ બેન્કમાં સંગ્રહ કરવામાં આવશે અને આદિવાસી સમાજના સાત તાલુકામાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. આદિવાસી દિવસની ઉજવણીની તૈયારીઓ વચ્ચે યુવાનોની આ સેવાકીય પહેલને સમાજમાં સરાહના મળી રહી છે. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ માનવસેવાનો સંદેશ આપ્યો હતો.

