VIDEO : છોટા-ઉદેપુરના ઓડ ગામમાં વીજ કરંટ લાગવાથી 7 વર્ષના બાળકનું મોત
સોર્સ : Gstv
છોટા-ઉદેપુરના ઓડ ગામે વીજ કરંટ લાગવાથી સાત વર્ષીય બાળકનું મોત થતાં ગામમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ઓડ ગામમાં વીજ વાયર નીચે પડ્યો હતો, જેના સંપર્કમાં માસુમ બાળક આવી ગયો હતો. ગામ લોકોએ વારંવાર રિપેરિંગની રજૂઆત કરી હતી, છતાં વીજ વિભાગે કોઈ કાર્યવાહી કરી ન હતી. એમજીવીસીએલની બેદરકારીને કારણે બાળકનું મોત થયું હોવાના આક્ષેપ થયા છે. હાલ વીજલાઇન હજુપણ ચાલુ છે અને વિભાગના અધિકારીઓ ગામમાં પહોંચ્યા નથી. ઝોઝ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

