VIDEO: સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરૂપ હિમાલય થીમ શણગાર
સોર્સ : gstv
શ્રાવણ માસ અંતર્ગત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અનોખા શણગારના દર્શન યોજાયા. શ્રાવણના સોમવારે મંદિરના ગર્ભગૃહમાં હિમાલય થીમ આધારિત દાદાને શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજનદેવ દાદાને રુદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર અને શીશ પર અર્ધચંદ્ર સાથે શિવજીના સ્વરૂપમાં સજાવવામાં આવ્યા હતા. આ દિવ્ય અને અનોખા દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી લીધો હતો. દાદાના શિવસ્વરૂપ દર્શનથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવી રહ્યું છે. શિવસ્વરૂપ દાદાના દર્શનથી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

