VIDEO: રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં માં વાત્સલ્ય કાર્ડમાંથી ગેરકાયદે નાણાં કાપવાનો ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
રાણપુર શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારી યોજના અંતર્ગત દર્દીઓ પાસેથી ગેરકાયદે નાણાં ઉઘરાવાતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પરવેઝ કોઠારીયા અને પીડિત દર્દીઓના જણાવ્યા મુજબ, દર્દીઓને 300 આપવાની લાલચ આપી ઓન પેપર હોસ્પિટલમાં દાખલ બતાવાતા હતા. માત્ર એક કલાક સારવાર આપી રજા આપી દેવા છતાં, દર્દીઓના માં અમૃતમ વાત્સલ્ય કાર્ડમાંથી 1800ની રકમ બાદ કરી લેવામાં આવતી હતી. આ મામલે લેખિત રજૂઆત સાથે કડક તપાસની માંગ કરાઈ છે. બીજી તરફ, CHCના અધિક્ષક ડોક્ટરે આ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે, હોસ્પિટલમાં ગાઈડલાઈન મુજબ જ માં કાર્ડનો ઉપયોગ થાય છે અને આ માત્ર એક ગેરસમજ છે.

