Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : Allegations that 100 bighas of grazing land in Ranpur has been given to a company

Video: રાણપુરમાં ગૌચરની 100 વીઘા જમીન કંપનીને પધરાવી હોવાનો આક્ષેપ, યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે સોલાર પ્લાન્ટ માટે કંપનીને નજીવા દરે ફાળવેલી 500 વીઘા જેટલી જમીનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટમાં 100 વીઘા જેટલી ગૌચર જમીન ફાળવી દેવાનો આક્ષેપ કરતાં આજે યુથ કોંગ્રેસે ઉગ્ર સૂત્રોચ્ચાર કરતાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરાઈ હતી. 

App Store

 100 વીઘાની ગૌચર જમીન કંપનીને પધરાવી દીધી હોવાનો આક્ષેપ

પ્રાપ્ત માહિતી મુજબ રાણપુર તાલુકાના ચંદરવા ગામે સોલાર પ્લાન્ટ માટે ફાળવવામાં આવેલી 500 વીઘા જમીન મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ તેજ થયો છે. યુથ કોંગ્રેસનો આક્ષેપ છે કે સત્તા પક્ષના હોદ્દેદારો અને અધિકારીઓની મિલીભગતથી 100 વીઘા જેટલી કિંમતી ગૌચર જમીન કંપનીને પધરાવી દેવામાં આવી છે. વર્ષ 2019થી કાર્યરત આ પ્રોજેક્ટ સામે માલધારીઓએ પિટિશન કરી હોવા છતાં સાત વર્ષથી કોઈ ઉકેલ ન આવતા પશુઓના ઘાસચારાનો પ્રશ્ન વિકટ બન્યો છે.

કોંગી અગ્રણીઓની અટકાયત

આ અન્યાય સામે આજે બોટાદના દિનદયાળ ચોક ખાતે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશ ભરવાડની આગેવાનીમાં 'રસ્તા રોકો આંદોલન' કરી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે કોંગ્રેસના અગ્રણીઓની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.