Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : A fake doctor who was running a clinic for five months was caught in Gadhada

બોટાદ: ગઢડાના ચભાડીયામાં પાંચ માસથી ક્લિનિક ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2024
લાઇવ ટીવીGoogle News
બોટાદ: ગઢડાના ચભાડીયામાં પાંચ માસથી ક્લિનિક ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો

રાજ્યમાં ફરી એક વખત ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા નકલી ડૉક્ટરનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ પછી બોટાદના ગઢડાના ચભાડીયા ગામમાંથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો છે.

App Store

બોટાદમાંથી ઝડપાયો નકલી ડૉક્ટર

ગઢડાના ચભાડીયા ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો છે. મૂળ દડવા ગામનો ધાર્મિક પંડ્યા છેલ્લા પાંચ મહિનાથી ગઢડાના ચભાડીયા ગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: પોશ વિસ્તારમાં 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો, લાયસન્સ વગર ક્લિનિક ચલાવતો

ગઢડા પોલીસે ચભાડિયા ગામમાં તપાસ કરતા ધાર્મિક પંડ્યા ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.ધાર્મિક પંડ્યા નવ ધોરણ સુધી જ ભણેલો હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. ગઢડા પોલીસે ક્લિનિકમાં ચેક કરતા અલગ અલગ દવાઓ મળી આવી હતી.પોલીસે 34,189 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધાર્મિક પંડ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.