મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: BJP દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ચાર ઉમેદવારો જાહેર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કરાયેલા ચાર ઉમેદવારો

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કરાયેલા ચાર ઉમેદવારોમાં જીતેન્દ્ર કણઝારિયાએ પોતાના વતન જામખંભાળિયાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જીતેન્દ્ર કણઝારિયાએ રામ મંદિરમાં દર્શન કર્યા અને પરિવારજનોના આશીર્વાદ મેળવ્યા હતા..પોતાને રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગીને લઈને જીતેન્દ્ર કણઝારિયાએ પીએમ મોદી સહિત પાર્ટી શીર્ષ નેતૃત્વનો આભાર માનતા પક્ષની તાકાત અને કાર્યકરો પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી હતી. અને  સામાન્ય અને નાના પાયાના કાર્યકરને દેશના સર્વોચ્ચ ગૃહમાં મોકલવાની પસંદગીને લઈને આભાર વ્યક્ત કર્યો..

આ સમાચાર શેર કરો