VIDEO: ભાવનગર કથિત લઠ્ઠાકાંડમાં બેદરકારી બદલ વરતેજ PI સસ્પેન્ડ, તપાસ તેજ
સોર્સ : gstv
ભાવનગરના કથિત નકલી દારૂ લઠ્ઠાકાંડમાં રેન્જ આઈજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી દાખવવાના આરોપસર વરતેજ પોલીસ સ્ટેશનના PI એસ.બી. પઢેરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી દારૂ પીવાના કારણે પ્રથમ મોત થયું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનામાં અનઓફિશિયલ આંકડા મુજબ 10 લોકોના મોત થયા હોવાની માહિતી છે, જ્યારે તંત્ર દ્વારા હાલ સાત મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 40થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. સર ટી. સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ બનાવાયો છે અને અમદાવાદથી તબીબોની ટીમ ભાવનગર બોલાવવામાં આવી છે. ઘટનાને પગલે ગામલોકોમાં આક્રોશ છે. દારૂનું સેવન કરનાર અને સારવારથી દૂર રહેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા અપીલ કરાઈ છે.

