Video: Bhavnagarમાં નવરાત્રીમાં હોબાળો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ચેકિંગ પર આયોજકોનો વિરોધ
સોર્સ : gstv
ભાવનગરમાં આદ્યશક્તિની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી દરમિયાન શહેરના ઝાંઝર નવરાત્રી મહોત્સવમાં તણાવનું વાતાવરણ સર્જાયું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ખાનગી ગરબા મહોત્સવોમાં વિધર્મીઓના પ્રવેશને રોકવા જુદા જુદા સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, ઝાંઝર નવરાત્રીમાં આગેવાનો તપાસ કરવા પહોંચ્યા ત્યારે આયોજકોએ તેમને પ્રવેશની મંજૂરી આપી ન હતી. જેના કારણે હોબાળો મચી ગયો.
હિન્દુ પરિષદના આગેવાનોનું કહેવું છે કે આયોજકોએ વિધર્મીઓને પ્રવેશ આપ્યો હતો. અને એટલે જ તેમને ચેકીંગ માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. અને તેમની સાથે ગેરવર્તણૂક કરી. આ ઘટનાએ મહોત્સવના વાતાવરણને તણાવભર્યું બનાવ્યું, .લોકોની ધરપકડ કરવામાં આવી છે.

