Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : PM Modi to visit Bhavnagar tomorrow, will hold roadshow from airport to Subhashnagar

Bhavnagar news: PM મોદી આવતીકાલે ભાવનગરના પ્રવાસે, એરપોર્ટથી સુભાષનગર સુધી કરશે રોડ શો

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Bhavnagar news: PM મોદી આવતીકાલે ભાવનગરના પ્રવાસે, એરપોર્ટથી સુભાષનગર સુધી કરશે રોડ શો
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે. ભાવનગર એરપોર્ટથી સભા સ્થળ સુધી "મોદી @ 75" થીમ પર વડાપ્રધાનનો રોડ શો યોજાશે. મોદી શિપિંગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાવનગર આવી રહ્યા છે.

App Store

PM મોદી લોથલ પણ જશે

વડાપ્રધાન મોદી સવારે 9:45 ભાવનગર એરપોર્ટ પર લેન્ડ થશે, ત્યારબાદ સવારે 10 વાગ્યે એરપોર્ટથી સુભાષનગર સુધી રોડ શો કરશે. સવારે 10:45 જવાહર મેદાન સભા સ્થળ પર પહોંચશે. મોદી શિપિંગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાવનગર આવી રહ્યા છે.  જવાહર મેદાનથી તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને દેશને હજારો કરોડ રૂપિયાની ભેટ રજૂ કરશે, ત્યારબાદ તેઓ બપોરે 12:30 વાગ્યે ભાવનગરથી લોથલ જશે, જ્યાં તેઓ નિરીક્ષણ અને બેઠક કરશે.