VIDEO: રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, ધાતરવડી નદીમાં ઘોડાપુર
અમરેલીના રાજુલામાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ઘુસતા ઘરમાં રહેલા કપાસને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવી પડી હતી..ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા અને ધીમે ધીમે વરસાદી પાણી જ્યાં કપાસની ગાંસડીઓ મુકવામાં આવી હતી..ત્યાં પણ પાણી પહોંચ્યુ હતુ..જેથી કપાસની ગાંસડીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે.રાજુલાના પીપાવાવમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે.
ધાતરવડી ડેમ 2 ના 8 દરવાજા ખોલવાથી ગામડાઓ પાણી પાણી
ધાતરવડી ડેમ 2 ના 8 દરવાજા ખોલવાથી ગામડાઓ પાણી પાણી થયા છે.પીપાવાધામમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે..પીપાવાવધામ ઉપરાંત ચાંચુડી ગામમાં પાણી ઘુસ્યા છે..તો પીપાવાવ પોર્ટમાં રેલ્વે યુનિટમાં વરસાદી પાણી ઘુસ્યા હતા.
અમરેલીના રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.રાજુલાના રામપર ગામની ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યુ છે. નદીની બાજુમાં આવેલા મંદિરના પટાંગણમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી જિલ્લાની મોટાભાગની નદીમાં પુરની સ્થિતિ જોવા મળી..રાજુલના ગ્રામ્ય પંથકમાં વરસાદથી દાતરડીગામની સ્થાનિક નદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી.

