VIDEO/ Bhavnagar : RTOની સઘન ડ્રાઇવ, વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે નિયમો તોડતા ૨૨ વાહનો દંડાયા
સોર્સ : gstv
ભાવનગર પોલીસ અને RTO વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી શાળાના વાહનો તેમજ ખાનગી વાહનો માટે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. મોટર વાહન અધિનિયમ હેઠળ કરવામાં આવેલી આ તપાસમાં દસ્તાવેજો, પરમિટ અને મંજૂરી વગર વિદ્યાર્થીઓને બેસાડતા ૨૨ જેટલા વાહનો સામે કડક કાર્યવાહી કરી કુલ 1.20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે બાળકો જે વાહનમાં મુસાફરી કરે તેની સુરક્ષાની ચકાસણી કરે, જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે તેવું જણાવાયું છે.

