video: રાજપરા ખોડિયાર ગામે સ્મશાનની જગ્યાને લઈ વિવાદ
સોર્સ : gstv
ભાવનગરના રાજપરા ખોડીયાર ગામથી ધમુકડી જવાના રસ્તે આવેલ વાલ્મિકી સમાજના સ્મશાનની જગ્યા પર લખમણ કુવાડીયા દ્વારા ગેરકાયદેસર કબજો કરી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં હાલ તાર ફેન્સિંગ પણ મારી દેવાઈ છે. આ વિવાદ વચ્ચે ગામમાં વિજય વાઘેલાનું અવસાન થતાં, સ્મશાન ભૂમિ પર થયેલા દબાણને કારણે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં વાલ્મિકી સમાજને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હાલ સ્થાનિક પોલીસ આગેવાનો વચ્ચે પડી મામલો થાળે પાડવામાં આવ્યો છે અને મૃતકની દફન વિધિ માટે અન્ય જગ્યા આપવામાં આવી છે.

