VIDEO: કાદવમાં નિકળી અંતિમ યાત્રા
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની ગુતાલ એમ.પી. વસાહતમાં વિકાસના દાવાઓ સામે વાસ્તવિકતાનું કરુણ ચિત્ર સામે આવ્યું છે. અહીં આજે પણ મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી ઘટના ત્યારે સામે આવી જ્યારે રોડના અભાવે ગ્રામજનોએ કાદવ અને કીચડ વચ્ચેથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી. વસાહતમાં પાકા રોડના અભાવે સામાન્ય જનજીવન તો પ્રભાવિત થયું જ છે, પરંતુ હવે અંતિમયાત્રા પણ કાદવ વચ્ચેથી કાઢવાની નોબત આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે લોકો આજે પણ પાકા રસ્તા માટે રાહ જોઈ રહ્યા છે. નર્મદા નિગમ અને વસવાટ વિભાગ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

