VIDEO: ઓપરેશન સીતા’ હેઠળ સગીરાને ભગાડી જનાર ગણતરીના કલાકોમાં સકંજામાં
સોર્સ : gstv
ભાવનગર જિલ્લા પોલીસે ‘ઓપરેશન સીતા’ હેઠળ કાર્યવાહી કરી અપહરણ કરાયેલી સગીરાને ગણતરીના કલાકોમાં સલામત રીતે શોધી કાઢી હતી. ગંગાજળીયા અને એલસીબી પોલીસે સંયુક્ત કામગીરી કરી ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અધેવાડા ખાતેથી સગીરાને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જનાર આરોપી ગાજીઅબ્બાસની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે BNS અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

