VIDEO/ Bhavnagar; કાર, બાઈક અને ટેન્કર વચ્ચે ત્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત!
સોર્સ : gstv
ભાવનગર શહેરના રિંગ રોડ પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારએ પહેલા બાઈકને અડફેટે લીધી હતી અને ત્યારબાદ સિમેન્ટ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક પર સવાર રાકેશભાઈ બારૈયા અને બેચરભાઈ બારૈયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

