Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : newly-elected president of Bakshipanch Morcha passed away within hours

Bhavnagar/ ભાજપમાં નિમણૂકનો ઉત્સાહ માતમમાં ફેરવાયો: બક્ષીપંચ મોરચાના નવા વરાયેલા પ્રમુખનું ગણતરીના કલાકોમાં જ નિધન

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Bhavnagar/ ભાજપમાં નિમણૂકનો ઉત્સાહ માતમમાં ફેરવાયો: બક્ષીપંચ મોરચાના નવા વરાયેલા પ્રમુખનું ગણતરીના કલાકોમાં જ નિધન
સોર્સ : gstv

ભાવનગર શહેર ભાજપ સંગઠન માટે આજનો દિવસ અત્યંત વિરોધાભાસી સાબિત થયો છે. એક તરફ નવા સંગઠનની જાહેરાતને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ હતો, ત્યાં જ બીજી તરફ નવા વરાયેલા હોદ્દેદારના આકસ્મિક નિધનના સમાચાર આવતા સમગ્ર શહેર ભાજપ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store

જાહેરાતની ગણતરીની કલાકોમાં જ દુઃખદ ઘટના

શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે મોડી સાંજે સંગઠનના નવા માળખાની જાહેરાત કરી હતી. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જ માળખામાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ભાવેશ રબારીની વરણી કરવામાં આવી હતી. પોતાની વરણીના ઉત્સાહ વચ્ચે જ ભાવેશ રબારીને અચાનક હૃદયરોગનો હુમલો (Heart Attack) આવતા તેમનું અવસાન થયું છે.

સંગઠનમાં શોકનું મોજું

નવા હોદ્દેદારોના નામ જાહેર થયા બાદ તરત જ અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ ભાવેશભાઈના નિધનના સમાચાર મળતા જ કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતા. જે ઘરમાં અને કાર્યાલયમાં ખુશીનો માહોલ હતો, ત્યાં ગણતરીની મિનિટોમાં માતમ છવાઈ ગયો હતો. શહેર પ્રમુખ કુમાર શાહ દ્વારા માળખાની જાહેરાત.કરાઇ હતી. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની નિમણૂક કરાઇ હતી. બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ભાવેશ રબારીની વરણી થઈ હતી.

ભાવનગર ભાજપના તમામ અગ્રણીઓએ ભાવેશ રબારીના અવસાન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે અને તેને પક્ષ માટે મોટી ખોટ ગણાવી છે.