VIDEO: ભાવનગર જિલ્લા જેલમાં કેદીનો પોલીસકર્મી પર હુમલો, બેરેકમાં જવાનું કહેતા ઉશ્કેરાયો હતો આરોપી
સોર્સ : gstv
ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા જેલ સિપાઈ દિગ્વિજયસિંહ ગોહીલ પર કાચા કામના કેદી ચિરાગ મકવાણાએ અચાનક હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. અગાઉ કેદીને પોતાની બેરેકમાં જવાનું કહેતા તેની અદાવત રાખીને આરોપીએ એકલતાનો લાભ ઉઠાવી સિપાઈને મૂઢ માર માર્યો હતો. આ હુમલામાં જેલ સિપાઈના ડાબા કાનનો પડદો તૂટી ગયો હોવાનું સર.ટી. હોસ્પિટલના તબીબી તપાસમાં સામે આવ્યું છે. આ અંગે આરોપી સામે ફરજમાં રુકાવટ અને હુમલા અંગે ગુનો નોંધી નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી છે.

