VIDEO: ભાવનગર પોલીસે માત્ર 5 કલાકમાં સગીરા અને યુવતીને અપહરણકર્તાઓના સકંજામાંથી હેમખેમ મુક્ત કરાવ્યા
સોર્સ : gstv
ભાવનગર ઉમરાળા પોલીસે એક અત્યંત સંવેદનશીલ કેસમાં પ્રશંસનીય ત્વરા દાખવી માત્ર 5 કલાકમાં સગીરાના અપહરણ અને યુવતીની ગૂમશાહદગીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઉમરાળા પોલીસ, LCB, બરવાળા પોલીસ અને ટેકનિકલ સેલની સંયુક્ત ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ માહિતીના આધારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે બરવાળાની હદમાંથી આરોપી મહેબુબ પઠાણ અને મુસ્તફા પઠાણને ઝડપી પાડી, તેમના સકંજામાં રહેલી બંને યુવતીઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી. પોલીસની આ સમયસૂચક અને કડક કામગીરીને પગલે બંને યુવતીઓનું તેમના પરિવાર સાથે સુખદ મિલન શક્ય બન્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

