Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : In Bhavnagar, an insurance agent was kidnapped and brutally beaten by a pipe thief to extort borrowed money.

VIDEO: ભાવનગરમાં ઉછીના પૈસાની ઉઘરાણી માટે વીમા એજન્ટનું અપહરણ કરી પાઈપ-ધોકાથી નિર્દયતાથી માર માર્યો

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરના સુભાષનગરમાં રહેતા અને વીમા એજન્ટ તરીકે કામ કરતા રાહુલભાઈ બારૈયાને ઉછીના લીધેલા પૈસા સમયસર ન ચૂકવવાનું ભારે પડ્યું છે. રાહુલભાઈએ આરોપી રોહિત વાજા પાસેથી રૂ. ૨૦,૦૦૦ હાથ ઉછીના લીધા હતા. આ નાણાં પાછા ન આપી શકતાં, ગત ૨૯ જૂનના રોજ બપોરે ઉલ્લાસ ચોકમાંથી રોહિતે તેમનું બળજબરીથી સ્કૂટર પર અપહરણ કર્યું હતું. ત્યારબાદ વૈશાલી સિનેમા પાછળની ખાલી જગ્યામાં લઈ જઈ રોહિત અને પ્રવિણ ઉર્ફે પલ્લા શેઠ વાજાએ ભેગા મળીને રાહુલભાઈને લોખંડની પાઈપ અને લાકડાના ધોકા વડે બેરહેમીથી ઢોર માર માર્યો હતો. આ ચકચારી ઘટના અંગે ભોગ બનનારે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ, પોલીસે ત્વરિત એક્શન લઈને બંને હુમલાખોર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store