Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Heatwave affects public life in Bhavnagar, curfew-like atmosphere on road

VIDEO: ભાવનગરમાં હીટવેવના કારણે જનજીવન પ્રભાવિત, બપોરે રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં પણ હીટવેવના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચતા લોકો અસહ્ય લૂ અને તાપનો સામનો કરી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળો આકરો બન્યો છે. બપોરના ૧૨ થી ૪ વાગ્યાના સમયગાળામાં શહેરના મુખ્ય માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે, જાણે અઘોષિત કરફ્યુ જેવો માહોલ સર્જાયો હોય.

App Store

લોકો ગરમીથી બચવા માટે મોઢા પર રૂમાલ અને દુપટ્ટા બાંધીને નીકળી રહ્યા છે, જ્યારે અનેક લોકો બગીચાઓમાં વૃક્ષોના છાયડે આરામ કરતા નજરે પડે છે. તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હીટવેવથી બચવા ઠેર-ઠેર ઓ.આર.એસ. યુક્ત પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે. વધતા તાપમાનને પગલે લોકો હવે ઠંડા પીણાં અને છાસનો સહારો લઈ રહ્યા છે. આ આકરી ગરમી હજુ પણ થોડા દિવસો જારી રહે તેવી શક્યતા છે.