VIDEO: પાલીતાણા સરકારી હોસ્પિટલમાં આરોગ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝિટ
સોર્સ : gstv
રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભાવનગર જિલ્લાના પાલીતાણાની માનસીજી સરકારી હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન હોસ્પિટલમાં સ્વચ્છતા, ફાયર સેફ્ટી, દર્દીઓની સુવિધાઓ અને ટીબી મુક્ત પાલીતાણા માટે જરૂરી સૂચનાઓ આપી સમીક્ષા બેઠક પણ યોજી હતી. તાજેતરમાં ભાવનગરમાં બનેલી રેગિંગની ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વચ્ચે આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આરોગ્યમંત્રીએ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી દર્દીઓને વધુ સારી અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે તંત્રને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

