ભાવનગર: પાલીતાણાના આદપુર ગામે કૂવામાં પડી જતાં એક યુવકનું મોત

પાલીતાણાના આદપુર ગામે કૂવો ગાળવાની કામગીરી દરમ્યાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક યુવક મોતને ભેટયો હતો જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. સવારના સુમારે કૂવામાં સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક કોઈકારણસર યુવકનું કૂવામાં પડી જતા મોત થયું હતું.
ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા તાલુકાના આદપુર ગામમાં આવેલા કૂવાને ગાળવાની કામગીરી સમયે એકાએક રવિ નામના 20 વર્ષીય યુવક કૂવામાં પડી જતા તેને માથાના ભાગે ઈજાઓ થતા તેનું કૂવામાં જ મોત થયું હતું. જ્યારે મજૂરી કામ માટે આવેલી એક મહિલાને પણ હાથે ઈજા થઈ હતી. જેથી મહિલાને તાબડતોબ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવકના મૃતદેહને કૂવામાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની આવી હતી.

