Bhavnagr news: LCBએ રૂ. 200ની 343 નકલી નોટો સાથે એક શખ્સને ઝડપ્યો, પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

સોર્સ : gstv
ભાવનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં ભાવનગર LCBએ નકલી ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી લીધો. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના અલકા ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં 200ની નકલી ચલણી નોટ સાથે આ શખ્સ ઝડપાયો હતો.
LCBએ નકલી નોટો સાથે શખ્સને દબોચ્યો
આ શખ્સની ઓળખ અજય બુધેલીયા તરીકે થઈ છે. ભાવનગર LCBને બાતમી મળી હતી કે એક શખ્સ અલકા ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં નકલી ચલણી નોટો સાથે તે સ્થળ પર છે. બાતમી મળતાની સાથે જ LCBએ આ શખ્સની તપાસ આદરી હતી.
શખ્સ પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને LCB નીલમબાગ પોલીસ સ્ટેશન લઈ ગઈ
શખ્સ પાસેથી 200ની 343નંગ ડુપ્લિકેટ ચલણી નોટો મળી આવી હતી. શખ્સ પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને LCB નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી અને વધુ તપાસ આદરી હતી.

