Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat University syndicate member demands bribe of Rs 75 lakh, NSUI protests by blowing up fake notes

Video: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ માંગી 75 લાખની લાંચ, NSUIએ નકલી નોટો ઉડાડી કર્યો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટીના HRDC (હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર)ના ડાયરેક્ટર પાસેથી 75 લાખની માગ કરી હતી. ડાયરેક્ટરને પોતાની ઓફિસમાં બોલાવીને UGCમાંથી આવતી ગ્રાન્ટમાંથી 75 લાખ આપવાનું કહ્યું હતું અને જો પૈસા નહીં અપાય તો તેમના વિભાગ વિરુદ્ધ ફરિયાદની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના બાદ NSUIના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને નકલી નોટો ઉડાડી સિન્ડિકેટ મેમ્બર્સ સામે પગલાં લેવા માંગની માગ કરી હતી. 

App Store

સમગ્ર તપાસ યુનિવર્સિટીના VC દ્વારા કરાશે 

 ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પાસે લાંચ માંગવાની ઘટના આવી સામે છે. UGCમાંથી આવતી ગ્રાન્ટમાં પૈસા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ HRDCના ડાયરેક્ટર પાસેથી  75 લાખ રૂપિયા માંગ્યા હતા અને આ પૈસા નહીં આપે તો તેમના વિભાગ વિરુદ્ધ ફરિયાદની તથા ડાયરેક્ટરને નુકસાન પહોચાડવાની ધમકી અપાઈ હતી. જે બાદ HRDCના ડાયરેક્ટરે યુનિવર્સિટીના VCને આ અંગે ફરિયાદ કરી હતી.

સિન્ડિકેટ સભ્યએ છેલ્લા 10 વર્ષનો નાણાકીય ખર્ચ, શૈક્ષણિક ખર્ચ, વહીવટી કામગીરી અંગેની વિગતો માંગી હતી. હવે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ યુનિવર્સિટીના વીસી દ્વારા કરવામાં આવશે. તપાસ બાદ શિક્ષણ વિભાગને સંપૂર્ણ રિપોર્ટ સોંપાશે. જો કે આ ઘટનાનો NSUI દ્વારા પ્રચંડ વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠને નકલી નોટો ઉડાડી સિન્ડિકેટ મેમ્બર્સ સામે પગલાં લેવા માંગની માગ કરી હતી.