VIDEO: ભાવનગર: કોંગ્રેસ દ્વારા શહીદ સ્મારકમાં કાળો દિવસ મનાવાયો, નેતાઓની અટકાયત વચ્ચે ઉગ્ર વિરોધ
સોર્સ : gstv
દેશભરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહીદ સ્મારકમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓ વિરુદ્ધની કાર્યવાહી અને મત ચોરીના મુદ્દે કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન એક કાર્યકરે પોલીસ વાહન પર ચડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જ્યારે પોલીસે પ્રદર્શન કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે એફઆઈઆર નોંધીને તેમનું રાજીનામું લેવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો આક્રમક સંઘર્ષ અટકશે નહીં. આ વિરોધ પ્રદર્શનને કારણે શહીદ સ્મારક અને આસપાસના વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

