VIDEO: ભાવનગરમાં જૂની અદાવતમાં મકાન પર હુમલો
સોર્સ : gstv
ભાવનગરના આનંદનગર સ્થિત શ્રમજીવી સોસાયટીમાં જૂની અદાવતને લઈને યુવકના ઘર પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. યતિશ ચૌહાણના જણાવ્યા મુજબ, બાદશાહ અને દૂડો નામના બે શખ્સો સહિત 6થી 7 અજાણ્યા લોકો ઘરમાં ઘૂસી આવ્યા હતા. હુમલાખોરોએ ઘરની બારીઓ, દરવાજા, વાહનો અને ઘરવખરીમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ છે. પરિવારના જણાવ્યા પ્રમાણે કબાટમાંથી રૂ.30થી 40 હજારની રોકડ પણ લઈ જવાઈ હતી. હુમલા દરમિયાન પરિવારના સભ્યોને પણ ઈજાઓ પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

