VIDEO: ભાવનગરમાં સિટી બસ ડ્રાઈવર સાથે તકરાર બાદ રિક્ષાચાલકે બસ પર કર્યો પથ્થરમારો, માસૂમ બાળકીનો આબાદ બચાવ
સોર્સ : gstv
ભાવનગરના ઘોઘા ગેટ વિસ્તારમાં સિટી બસ ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે થયેલી તકરારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેમાં રિક્ષા ચાલકે ઉશ્કેરાઈને બસ પર જોરદાર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પથ્થરમારા દરમિયાન બસમાં બેઠેલી એક માસૂમ બાળકીને પથ્થર વાગતા વાગતા સહેજમાં રહી ગયો હતો, જેનાથી ભયભીત થયેલી માતાએ આક્રંદ સાથે ચીસાચીસ કરી મૂકી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે રસ્તા પરના ઝઘડામાં નિર્દોષ મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર રિક્ષા ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

