VIDEO: શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાતા ૨૦ દરવાજા ખોલાયા: પાલિતાણા અને તળાજાના ૨૧ ગામો હાઈ એલર્ટ પર
સોર્સ : gstv
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ફરીવાર ૧૦૦ ટકા ભરાઈ જતાં વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ડેમની સપાટી ૫૫ મીટર એટલે કે ૩૪ ફૂટ પહોંચતા રૂલ લેવલ જાળવવા માટે ૨૦ દરવાજા ૧ ફૂટ ખોલીને નદીમાં 4 હજાર 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે...સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પાલિતાણા અને તળાજા તાલુકાના 21 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. તંત્ર દ્વારા નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ સાવચેતી રાખવા કડક અપીલ કરવામાં આવી છે.

