VIDEO: ભાવનગર નકલી દારૂકાંડમાં ૧૩ આરોપીઓની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ઈન્દોરથી ઝડપાયો
સોર્સ : gstv
ભાવનગરમાં ગાજેલા નકલી દારૂકાંડ મામલે SMC, LCB અને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર રઈસને SMC દ્વારા મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપી પાડી ભાવનગર લવાયો છે. આ ઘટનામાં અત્યાર સુધી ૨૧ શખ્સો સામે ગુનો નોંધી ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વધુ ૬ શખ્સોને અટકાયતમાં લઈ એસ.પી. કચેરીએ લવાયા છે. મોડી રાત સુધી પોલીસે બૂટલેગરોના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અટકાયત કરાયેલા તમામ આરોપીઓને રિમાન્ડ મેળવવા માટે બપોર પછી કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

