VIDEO: આમોદમાં નહેરમાં આવ્યું પાણી, ખેડૂતોમાં ખુશીની લહેર
સોર્સ : gstv
જંબુસર તાલુકા બાદ હવે આમોદ શહેર અને તાલુકાના ખેડૂતો માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી નહેરના પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતોના ખેતરો સુધી હવે પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અડવાણા સહિત નહેર આસપાસના વિસ્તારોના ખેડૂતોને કપાસ, તુવેર, દિવેલા સહિતના પાકને નવું જીવનદાન મળવાની આશા જાગી છે. સમયસર પાણી મળતા પાકની વૃદ્ધિમાં ફાયદો થશે અને મહેનત તથા ખર્ચથી ઉગાડેલા પાકને બચાવી શકાશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. અડવાણા અને દાદાપોર સહિતના વિસ્તારોમાં નહેરનું પાણી પહોંચતા ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

