VIDEO/ જંબુસર: 'ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો', હજારો હિન્દુઓના હસ્તાક્ષર સાથે નાયબ કલેક્ટરને આવેદન
સોર્સ : GSTV
ભરૂચના જંબુસરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત સનાતન હિન્દુ સમાજે જંબુસરમાં મોટી સંખ્યામાં હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું હતું. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને દેશમાં સંપૂર્ણ ગૌહત્યા પ્રતિબંધ કાયદો લાવવાની માંગ સાથે હજારો સહીઓનું આવેદનપત્ર નાયબ કલેક્ટરને સોંપવામાં આવ્યું. આ મેમોરેન્ડમ મુખ્યમંત્રી, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલવામાં આવ્યું છે.કાર્યક્રમ દરમિયાન ગૌ માતા કે માન મેં હિન્દુ મેદાન મેં ગૌ હત્યા બંધ કરો જેવા સૂત્રોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. સમાજે ગૌ સેવા માટે અલગ મંત્રાલય અને ચારા નીતિની પણ માંગ કરી છે. આ અભિયાન ગુજરાતના 268 તાલુકામાં એકસાથે યોજાયું હતું

