Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: A new and shocking twist in the ongoing controversy over the original form of Bharuch's historic Jama Masjid

VIDEO: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો અને ચોંકાવનારો વળાંક

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. સંતસમાજના મુક્તાનંદ સ્વામીએ જાહેર કરેલા વીડિયોમાં મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્વામીના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં કોતરણીવાળી શીલા અને મૂર્તિઓ દર્શાવવામાં આવી છે. વધુમાં કૂવાની સફાઈ કરવામાં આવે તો વધુ પ્રાચીન અવશેષો મળી શકે છે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ તરફથી આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્રની આગળની કાર્યવાહી પર સૌની નજર છે.

App Store

 

ટોપિક્સ:bharuch newsgstv news