VIDEO: હિંગળાજ માતાના પ્રતિકરૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી પરંપરાગત ઉજવણી
સોર્સ : gstv
ભરૂચ શહેરમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા શ્રાવણ વદ ચોથ એટલે કે કાજરા ચોથના પર્વની ભક્તિભાવ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. હિંગળાજ માતાના પ્રતિકરૂપે કાજરો બનાવી ઢોલ-નગારાના નાદ સાથે નૃત્ય કરાવવામાં આવ્યું હતું. પરંપરા સાથે જોડાયેલી માન્યતા મુજબ, ભગવાન પરશુરામ ક્ષત્રિયોના નાશ માટે નીકળ્યા ત્યારે ક્ષત્રિયોએ હિંગળાજ માતાનું શરણ લીધું હતું. માતાજીએ ક્ષત્રિયોને બચાવી ચુંદડી આપી હાથશાળના વ્યવસાય સાથે જોડાવા આહ્વાન કર્યું હતું. ત્યારથી ભરૂચમાં કાજરા ચોથની પરંપરા જળવાઈ રહી છે. લાકડાના પાટલા પર ચુંદડીની મદદથી કાજરો બનાવી સમાજના યુવાનો તેને માથે મૂકીને નૃત્ય કરે છે. ક્ષત્રિય સમાજે હિંગળાજ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

