VIDEO: અંકલેશ્વર નજીક આવેલો ટોલ પ્લાઝા ફરી વિવાદમાં આવ્યો, વાહનચાલકો પાસેથી ગેરકાયદે રીતે નાણાં વસૂલાતા હોવાના આક્ષેપો
સોર્સ : GSTV
અંકલેશ્વર નજીક આવેલા મુલદ-માંડવા નર્મદા બ્રિજ ટોલટેક્સ ફરી વિવાદમાં આવ્યો છે. ટોલ કર્મચારીઓ દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાત, ગેરવર્તણૂક અને ધાક-ધમકીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
ફરિયાદમાં, ટોલટેક્સ પર કાર્યરત કેટલાક પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ વાહનચાલકો સાથે અભદ્ર વર્તન કરી નિયમ કરતાં વધુ રકમ બળજબરીથી વસૂલતા હોવાના આરોપ છે. ઓવરલોડના બહાને વધુ રકમ ઉઘરાવવા સાથે ઉઘરાણી માટે ટ્રકમાં ટિંગાઈ જતા હોવાનો પણ આક્ષેપ છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉઘરાણી માટે રીતસર કર્મચારી ટ્રકમાં ટીંગાઈને જતા જોવા મળે છે.

