VIDEO: ભરૂચમાં ગણેશોત્સવને લઈ માટીની મૂર્તિઓની માંગ વધી
સોર્સ : gstv
ભરૂચમાં ગણેશોત્સવને લઈની માટીની ઇકો ફ્રેન્ડ્લી પ્રતિમાઓની માંગમાં વધારો જોવા મળ્યો છે... શહેરની શ્રવણ ચોકડી પાસે કલકત્તાથી આવેલા કુશળ કલાકાર રવીન્દ્રનાથ પાલ છેલ્લા ૧૫ વર્ષથી નર્મદા નદીની માટી, ઘાસ અને વાંસનો ઉપયોગ કરીને આકર્ષક ગણેશ પ્રતિમાઓ બનાવી રહ્યા છે. આ વર્ષે તેમણે ૬ ઈંચથી લઈને ૬ ફૂટ સુધીની અંદાજે ૨૫૦ જેટલી મૂર્તિઓ તૈયાર કરી છે, જેની કિંમત રૂપિયા ૫૦૦ થી ૨૦,૦૦૦ સુધીની રાખવામાં આવી છે. આ માટીની મૂર્તિઓ વજનમાં ખૂબ જ હળવી હોય છે અને વિસર્જન સમયે પાણીમાં ઝડપથી ઓગળી જાય છે.આથી જ ભરૂચના સ્થાનિક યુવાનો અને વિવિધ ગણેશ મંડળોમાં પર્યાવરણપ્રેમી અભિગમ અપનાવીને માટીની મૂર્તિઓની પસંદગી કરવામાં આવી રહી છે

