VIDEO: જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડૉક્ટરોની ભારે અછતથી દર્દીઓને હાલાકી
સોર્સ : gstv
જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની ભારે અછતના કારણે રોજના અંદાજે છસો જેટલા ઓપીડી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં પાંચ મેડિકલ ઓફિસરની મંજૂર જગ્યાઓ સામે માત્ર એક જ ડૉક્ટર ફરજ બજાવી રહ્યા છે અને અન્ય એક ડૉક્ટરને ડેપ્યુટેશન પર બોલાવાયા છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. એ. એ. લુહાણીના જણાવ્યા મુજબ સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરાઈ છતાં ખાલી જગ્યાઓ પર ભરતી કરાઈ નથી. વહેલી તકે મેડિકલ ઓફિસરોની કાયમી ભરતી કરાય તેવી લોકમાંગ ઉઠી છે જેથી દર્દીઓની હાલાકીનો અંત આવી શકે.

