Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Sessions Court in Bharuch imposes life imprisonment and a fine of Rs 50,000 on the accused who killed a friend in dowry

VIDEO: ભરૂચની સેશન્સ કોર્ટે દહેજમાં મિત્રની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજની રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં ગત ૧૦ મે, ૨૦૨૩ના રોજ મજૂરી કામ કરતા શ્રમિકો વચ્ચે પગારની બાબતને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા આરોપી લાલબહાદુર કાદીર ગૌતમે તેના જ મિત્ર અને સાથી મજૂર અવધેશ દોબાલ ગૌતમના માથામાં લોખંડના સળિયા વડે ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે અવધેશનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ ૩૦૨, ૫૦૪ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ સેશન્સ કોર્ટમાં ચાલેલા આ ચકચારી કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડ દ્વારા ૨૧ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને ૧૭ મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. કોર્ટે તમામ પુરાવાઓ અને મજબૂત દલીલોને ધ્યાને રાખીને આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે અને તેને આજીવન કેદની સજા તેમજ ૫૦,૦૦૦ રૂપિયાના દંડનો હુકમ કર્યો છે.

App Store