Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Sarsad village principal in-charge of secondary school caught taking bribe

VIDEO: Bharuchના સરસાડ ગામનું શિક્ષણધામ કલંકિત, માધ્યમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરુચના ઝઘડિયા તાલુકાના સરસાડ ગામની માધ્યમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો છે. કલ્પેશ બચુભાઈ પટેલ શાળા પરિવહન યોજના હેઠળ વાહનના માલિક પાસે મહિનાના બીલના પાસ કરાવવાના થતા બિલોમાંથી લાંચ ની માંગણી કરતા તેના દ્વારા એસીબી નો સંપર્ક કરી છટકુ ગોઠવતા આબાદ ઝડપાઈ ગયો હતો.

App Store

મહિનાના 3 હજાર નક્કી કર્યા હતા

બનાવની વિગત એવી છે કે, કલ્પેશ બચુભાઈ પટેલ જેઓ ઇન્ચાર્જ આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા સરસાડ ખાતે ફરજ બજાવે છે. સરકારી માધ્યમિક શાળામાં ઈકો ગાડી ફેરવવા માટે તેના માલિક ફરિયાદી પાસે ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ દ્વારા શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે રાખેલ હતા. આ યોજના હેઠળ પાસ કરવાના થતા બીલોમાંથી એક મહિનાના  રૂપિયા ત્રણ હજાર લેખે કમિશન પેટે આપવાનું જણાવ્યું હતું. જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના ત્રણ મહિનાના નવ હજાર તેમજ અન્ય એક સાહેદના વર્ષ ૨૦૨૪ ના મારૂતિવાનના રૂપિયા તેર હજાર અને વર્ષ ૨૦૨૫ ના ત્રણ મહિનાના રૂપિયા નવ હજાર એમ મળી કુલ રૂપિયા એકત્રીસ હજાર ની ફરિયાદી પાસે લાંચ ની માંગણી કરી હતી.

છટકામાં ફસાયો

ફરિયાદીએ આ લાંચની રકમ ઇન્ચાર્જ આચાર્યને કલ્પેશને આપવા માંગતા ન હોય તેમણે એસીબી નો સંપર્ક કર્યો હતો. જેમાં પીએચ ભેસાણીયાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે શિંદે ભરૂચ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ સ્ટેશન દ્વારા સરકારી માધ્યમિક શાળા સરસાડના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું, જે દરમિયાન ફરિયાદી સાથે કલ્પેશે હેતુલક્ષી વાતચીત કરી હતી અને રૂપિયા એકત્રીસ હજાર લાંચના નાણાં સ્વીકારતા આબાદ છટકામાં ઝડપાઈ ગયો હતો, ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.