Bharuch News: જંબુસરના ઢાઢર બ્રિજની ગુણવતાની તપાસ, માર્ગ મકાન વિભાગ સાથે ક્લસ્ટિંગની ટીમ જોડાઈ

થોડા સમય અગાઉ જ પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પુરતા સીમીત નથી રહ્યા. આ ઘટના બનતા ની સાથે જ ભરૂચ જિલ્લાના આમોદ થી પસાર થતાં નેશનલ હાઇવે 64 પર ના ઢાઢર બ્રિજ જે જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્રને જોડે છે. ત્યાં 24 કલાક ઇન્ડસ્ટ્રીયલ મટીરીયલ ભરેલા કોમર્શિયલ ભારદારી વાહનો તેમજ પ્રાઇવેટ વાહનોની ધમધમી રહ્યો હતો. જે બંધ કરાયો છે. ત્યારે આજે તેનું નિરીક્ષણ કરાયું હતું.
અપડેટની માગણી કરાઈ હતી
આ બ્રિજ ભયજનક સ્થિતિમાં હોય અને તેના પરથી પસાર થતા લોકો માં ભય નો માહોલ હોય એવી સ્થિતિ નું નિર્માણ થયું હતુ. ત્યારે કોંગ્રેસ ના હોદ્દેદારો અને આગેવાનો એ વહીવટી તંત્ર પાસે મુખ્યત્વે માંગ કરી હતી કે ભારદારી વાહનોને બ્રિજ પરથી બંધ કરવા બ્રીઝ ના પાયા સહિત સ્ટ્રક્ચરની ચકાસણી કરવી વગેરે લોકહિત સદર્ભે માંગણી સહિત ચક્કાજામ કરવાની કોશિશ કરી હતી અને પોલીસે તેમની અટકાયત કરી હતી.ત્યાર બાદ ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓ નિરીક્ષણ માટે ઢાઢર બ્રિજ ની મુલાકાતે આવ્યા હતા. ભારદારી વાહનો માટે પસાર થવા પર પ્રતિબંધનો નિર્ણય લેવા માં આવ્યો હતો. ત્યાર બાદ ઘણા દિવસો વીત્યા બાદ પણ કોઈ ભયજનક બ્રિજ ની તંત્ર તરફથી કોઈ અપડેટ ન જણાતા જંબુસર સ્થિત મકાન ના મટીરીયલ માં વપરાતી લાલ ઈટ ના ભઠ્ઠા માલીકો તેમજ ટ્રાંસપોર્ટ ના માલીકોએ ભરૂચ કલેકટર ને ૪૦થી ૫૦કિલોમીટર નો ફેરાવો સહિત વિવિધ મુદ્દે વહેલી તકે બ્રિજ બાબતે યોગ્ય અપડેટ ની માંગણી કરી હતી.
ટેસ્ટિંગ કરાયા
આમોદ -જંબુસર ના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી તો લોકહીતના કાર્ય છેક દિલ્લી સુધી રાષ્ટ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ની મુલાકાત કરી હતી અને લેખિત અને મૌખિક રજુવાત કરી હતી.ત્યારે બ્રિજ અંદાજિત એક મહિના ઉપરાંત થી ભારદારી વાહનો માટે બંધ બ્રિજ પર આજરોજ માર્ગ મકાન વિભાગ તેમજ ક્લસ્ટિંગ ટીમ દ્વારા બ્રીઝ ની ગુણવત્તા ની તપાસ હાથ ધરાઈ છે. એન, ડી, ટી ટેસ્ટ, બ્રિજ ના સ્લેબ માંથી કોર લેડેલ ટેસ્ટ માટે કાઢવા માં આવ્યા. અને બ્રીઝ ના પિલ્લર માં તેમજ કેપ માંથી કોર લેડેલ ક્રેન ના મદદ થી કાઢવા માં આવ્યા છે. હવે બ્રીઝ ની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિત બ્રિજ ના સ્લેબ ની સ્તિથી કેવી છે એતો એના રિપોર્ટ ની રાહ જોવી પડશે.

