VIDEO: ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ સામૂહિક રજા પર: ૭ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
સોર્સ : gstv
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આદેશ અનુસાર ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સામૂહિક રજા પર ઉતરીને કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો…. કર્મચારીઓએ એકત્ર થઈને દેખાવો યોજ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહીવટી પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા રજૂઆત કરી હતી….અગાઉ સરકારે એક મહિનામાં પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી, પરંતુ સમયમર્યાદા પૂરી છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો ૭ ઓક્ટોબરથી રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

