VIDEO: ભરૂચ: ઝઘડિયાના સંજાલી ગામે ભેંસ ચરાવવા ગયેલી 12 વર્ષીય બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઇજા
સોર્સ : gstv
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સંજાલી ગામે ભેંસ ચરાવવા ગયેલા પરિવારની 12 વર્ષીય બાળકી ઉપર ઝાડીમાં સંતાયેલા દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીને ગાલ, કાન અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, પરિવારે તાત્કાલિક હિંમત દાખવી દીપડાનો પ્રતિકાર કરતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો....ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકીને પ્રથમ અવિધા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી છે. જંગલોના વિનાશના કારણે દીપડા જેવા હિંસક પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

