VIDEO: ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર મતદાન
સોર્સ : gstv
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર ખાલી પડેલી જગ્યા માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આપના વિજેતા સભ્યના આકસ્મિક અવસાનને કારણે યોજાયેલી આ પેટાચૂંટણીમાં ભાજપ તરફથી કાંતિલાલ વસાવા, આપ તરફથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસ તરફથી રણજીત વસાવા મેદાને છે. કુલ 5154 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ત્રણેય ઉમેદવારોના ભાવીનો ફેસલો કરશે.. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉ એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં આપે 8, ભાજપે 7 અને કોંગ્રેસે 1 બેઠક મેળવી હતી.

