VIDEO: ભરૂચ શ્રવણ ચોકડી ખાતે નો પાર્કિંગમાં ઊભેલા 70થી વધુ વાહનો પોલીસે ડિટેઈન કર્યા
સોર્સ : gstv
ભરૂચના અતિ વ્યસ્ત શ્રવણ ચોકડી બ્રિજ નીચે નો પાર્કિંગ ઝોનમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે..તેમજ 70થી વધુ બાઇકો ડિટેઈન કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાંથી દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી અર્થે જતી યુવતીઓ અને યુવાનો વાહનો પાર્ક કરે છે, પરંતુ કાયદેસરના પાર્કિંગના અભાવે તેઓ મજબૂરીવશ અહીં વાહન મૂકે છે. અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા નિવારવા પોલીસે કાર્યવાહી કરી છે, ત્યારે તંત્ર દ્વારા નોકરીયાતો માટે યોગ્ય પાર્કિંગ સ્ટેન્ડ જેવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી અત્યંત અનિવાર્ય બની ગયું છે.

