VIDEO: Padra ભાજપના નેતાની કામલીલા આવી બહાર!, લોકોએ હોબાળો કરતા મો છુપાવી ભાગ્યા
નેતાઓની કામલીલાઓ છાસવારે બહાર આવતી હોય છે. ત્યારે પાદરા તાલુકાના સાધી ગામના ભાસ્કર પટેલ કે ઘણા વર્ષોથી ભાજપના હોદેદાર છે. પાદરા APMC ના પૂર્વ ચેરમેન તેમજ બેન્કમાં પણ ડિરેક્ટર રહી ચુક્યા છે. પાદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ છે. આમ ભાજપના અનેક હોદ્દાઓ ભોગવી ચુક્યા છે.ત્યારે આજે રાત્રે ગામ માં રહેતી એક મહિલાના ઘરે રોકાયા હતા. જે બાબતેની જાણ પાડોશીઓ તેમજ ગામના લોકોને થતા તેઓએ હોબાળો મચાવ્યો હતો. જે જોઈને ભાસ્કર પટેલ ઘરમાંથી ચાદર લઈને ઓઢીને ભાગ્યો હતો. ત્યારે ગામલોકો તેને પકડીને બેનકાબ કર્યો હતો.આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ભાસ્કર પટેલ ને જે ગાડી લેવા મુકવા માટે આવી હતી. તે પાદરા ભાજપ ના મોટા ગજાના નેતા ની ગાડી હતી. હવે આ ગાડી કોની છે તે બાબતે લોકો વિચારી રહ્યા છે.

