VIDEO: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નીકળી તિરંગા યાત્રા
સોર્સ : gstv
અંકલેશ્વરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં નગરજનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રા શહેરની ઈ.એન. જીનવાલા હાઈસ્કૂલથી શરૂ થઈને ભરૂચીનાકા સુધી પહોંચી હતી, જ્યાં સૌએ દેશભક્તિના નારા લગાવીને વાતાવરણને દેશપ્રેમથી છલોછલ કરી દીધું હતું. આ યાત્રામાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રપ્રેમનો સંદેશ પાઠવ્યો હતો.

