VIDEO: અંકલેશ્વરમાં નવરાત્રી પર્વ: પરંપરાગત માટીની ગરબીઓની ભારે માંગ અને ધૂમ વેચાણ થયું
સોર્સ : gstv
અંકલેશ્વરના સુથાર ફળિયા વિસ્તારમાં નવરાત્રી પર્વ નિમિત્તે પરંપરાગત માટીની ગરબીઓનું ધૂમ વેચાણ શરૂ થઈ ગયું છે. આસો નવરાત્રીના પાવન અવસર પર માતાજીની સ્થાપના અને અખંડ દીવો પ્રગટાવવા માટે માટીની ગરબીનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે, જેના કારણે બજારમાં તેની ભારે માંગ જોવા મળી રહી છે….અંકલેશ્વરના પ્રજાપતિ પરિવારો આ પવિત્ર પરંપરાને પેઢી દર પેઢી જીવંત રાખી રહ્યા છે. સાદી માટીમાંથી સુંદર ગરબો તૈયાર કરી, કલાત્મક કાણાં પાડીને તેમાં અવનવા રંગો, સ્ટોન અને આભલાથી અદ્ભુત શણગાર કરવામાં આવે છે. નરેશ પ્રજાપતિ જેવા કારીગરો આ પરંપરાગત કલાને આધુનિક સમયમાં પણ ઉત્સાહપૂર્વક જાળવી રાખી રહ્યા છે.

